Humrahi

હૃદય માટે તંદુરસ્ત આહાર માટેના 8 સૂચનો -પોષણ દ્વારા કોલેસ્ટ્રોલ ઘટાડવું

કોલેસ્ટ્રોલની ઊંચી માત્રાઓ હૃદય રોગ અને હૃદયવાહિની સંબંધિત અન્ય રોગાવ્સ્થાઓનાં વધેલા જોખમનું એક કારણ બની શકે છે. તેથી, તમે ખાઓ છો તે ખોરાકોના પ્રકારો પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે. નીચે આઠ પોષણ સંબંધિત સૂચનો છે જેનું વ્યક્તિ પાલન કરી શકે છે જે વ્યક્તિઓમાં કોલેસ્ટ્રોલની માત્રાઓ ઘટાડવા મદદ કરી શકે છે.

  1. એવોકાડોસ, ઓલીવ ઓઈલ, બદામ અને બીયાઓમાં મળી આવતી અસંતૃપ્ત ચરબીઓ એચડીએલ (HDL) (સારા) કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે.
  2. તમારા ભોજનમાં ઓટ્સ, બદામી ચોખા અને કવિનોઆ જેવા અંખડ અનાજો તેમજ ફળો, શાકભાજીઓ અને શીંગોનો સમાવેશ કરો.
  3. ત્વચા વિનાના મરઘા બતકા, માછલી, ટોફું અને શીંગો જેવા લીન પ્રોટીન વાળા સ્ત્રોતો વડે ઊંચી ચરબી વાળા માંસને બદલો.
  4. ચરબીવાળી માછલી જેવી કે સાલમોન, ટ્રોટ અને મેકરબેલ કે માછલીનું ઓઈલ કે ઓમેગા-3 ફેટ્ટી એસીડ પૂરકો આવા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
  5. પ્રોસેસ કરેલા, અને તળેલા આહારો, પેસ્ટ્રીસ અને ચરબી વાળા માંસનાં કટકાઓનાં તમારા ઉપયોગને ઘટાડો.
  6. એન્ટીઓક્સીડંટસ, રેસા, અને અન્ય હૃદય માટે તંદુરસ્ત પોષક તત્વોનો ઉપયોગ કરો, કરમદાઓ , પાંદડા વાળા લીલા શાકભાજી, સાઈટ્ર્સ ફળો,બ્રોકોલી અને ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો.
  7. પીરસવાના માપો ઉપર ધ્યાન આપો : વધુ પડતું ખાવાનું ટાળો અને નાની પ્લેટોનો ઉપયોગ કરો.
  8. પ્રક્રિયા કરાયેલ ખોરાકો, ખાંડવાળા નાસ્તાઓ અને મીઠા પીણાઓનાં તમારા વપરાશને ઘટાડો.

તમારી ખાવાની ટેવોમાં નાના પરંતુ નોંધપાત્ર ફેરફારો કરીને, તમે તમારા હૃદયના આરોગ્ય અને સંપૂર્ણ સુખાકારી વધારવાની દિશામાં એક સક્રિય પગલું લઇ શકો છો.

સંદર્ભો:

  1. Mayo Clinic Staff. (2022, April 28). 8 steps to a heart-healthy diet. Mayo Clinic. https://www.mayoclinic.org/diseases-conditions/heart-disease/in-depth/heart-healthy-diet/art-20047702. Accessed on 26June 2023
  2. American Heart Association. (2021, November 1). The American Heart Association’s Diet and Lifestyle Recommendations. Www.heart.org. https://www.heart.org/en/healthy-living/healthy-eating/eat-smart/nutrition-basics/aha-diet-and-lifestyle-recommendations. Accessed on 26June 2023
  3. Heart-Healthy Living – Choose Heart-Healthy Foods | NHLBI, NIH. (2022, March 24). Www.nhlbi.nih.gov. https://www.nhlbi.nih.gov/health/heart-healthy-living/healthy-foods. Accessed on 26 June 2023

 

 

તાજેતરની પોસ્ટ્સ